પુષ્પક ફાઉન્ડેશન (પ્રિસ્કૂલ) ખાતે કોમ્યુનિટી હેલ્પર પ્રવૃત્તિની ઉજવણી કરાઇ
રાંદેસણ ખાતે પુષ્પક ફાઉન્ડેશન પ્રિસ્કૂલ ખાતે કોમ્યુનિટી હેલ્પર પ્રવૃત્તિ ની ઉજવણી કરવા માં આવી હતી જેમાં બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો પ્લમ્બર-સૈનિક-પોલીસમેન-શિક્ષક-શ્રીકૃષ્ણ-આર્મી ઓફિસર જેવા અલગ અલગ રોલ નિભાવ્યા હતા. પુષ્પક ફાઉન્ડેશન દ્વારા બાળકો ને ભણતર સાથે ગણતર ની અલગ અલગ પ્રવૃત્તિ કરાવવા માં આવે છે જેમાં નૈસર્ગીક ખેતી અને હોલિસ્ટિક ડેવેલોપેમેન્ટ ના કાર્યો કરાવવા માં આવે છે.