રાષ્ટ્રીય

દિલ્હી વિધાનસભા ચૂંટણી: ભાજપના મંદિર પ્રકોષ્ઠના ધર્મગુરૂઓ AAPમાં જોડાયા

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ભાજપને વધુ એક ઝટકો આપ્યો છે. ભાજપના મંદિર પ્રકોષ્ઠના ધર્મગુરૂઓ AAPમાં જોડાયા છે. આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીના પુજારીગણ માટે સનાતન સેવા સમિતિની રચના કરી છે. આ કાર્યક્રમમાં વિવિધ મંદિર સંસ્થાનના પુજારીઓ, ધર્મગુરૂઓને આપમાં જોડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આપ પાર્ટીએ આજે જાહેરાત કરી હતી કે, તે સનાતન સેવા સમિતિની શરૂઆત કરવા જઈ રહી છે. ભાજપના મંદિર પ્રકોષ્ઠના 100થી વધુ લોકો કેજરીવાલની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા છે. દિલ્હીના તમામ પુજારી અમને સમર્થન આપી રહ્યા છે. અને અમને આશીર્વાદ આપી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચારમાં પોતાની સરકાર ફરી રચાય તો મંદિરના પુજારીઓ અને ગ્રંથીઓને રૂ. 18000ની સહાય આપતી પુજારી ગ્રંથી સન્માન રાશિ સ્કીમ જાહેર કરી હતી. આ જાહેરાતના કારણે અનેક મંદિર સંસ્થાન સાથે જોડાયેલા લોકો આપને સમર્થન આપતાં જોવા મળ્યા છે. આજે વિજય શર્મા, આચાર્ય બ્રિજેશ શર્મા, મનિષ ગુપ્તા, દુષ્યંત શર્મા, ઉદયકાંત જ્હાં, વિરેન્દ્ર, સોહનદાસ, શ્રવણદાસ આપમાં જોડાયા છે. આ તમામ સભ્યો સનાતન સેવા સમિતિના સભ્ય બનશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x