જન-ગણ-મન આપણું રાષ્ટ્રગીત ન હોવું જોઈએ: મહંત રામગીરી મહારાજ
સરલા દ્વીપના મઠાધિપતિ મહંત રામગીરી મહારાજ ફરી એકવાર વિવાદમાં ફસાઈ જવાની શક્યતા છે. તેમણે છત્રપતિ સંભાજીનગર ખાતે મિશન અયોધ્યા ફિલ્મના ટ્રેલર લોંચ પ્રસંગે ભાષણ આપતાં ભારતના રાષ્ટ્રગીત પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલ જન-ગણ-મન આપણું રાષ્ટ્રગીત ન હોવું જોઈએ પરંતુ વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત હોવું જોઈએ. તેઓ અહીં અટક્યા નહીં અને વધુમાં કહ્યું કે, રવીન્દ્રનાથ ટાગોરે આ ગીત શા માટે લખ્યું, તેમને નોબેલ પુરસ્કાર કેવી રીતે મળ્યો? ભારતમાં અત્યાર સુધી ખોટો ઈતિહાસ ભણાવવામાં આવ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આર્યો બહારથી આવ્યા નથી પરંતુ તેમના પૂર્વજો હતા.