આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં ટિકિટ કેન્દ્રો પાસે નાસભાગમાં 6 ભક્તોના મોત
આંધ્રપ્રદેશમાં વૈકુંઠ દ્વાર દર્શન ટોકન માટે હજારો ભક્તો તિરુપતિના વિવિધ ટિકિટ કેન્દ્રો પર લાઇનમાં ઉભા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે બૈરાગી પાટિડા પાર્કમાં ભક્તોને લાઇનમાં ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. નાસભાગને કારણે અરાજકતા સર્જાતા 6 લોકોના મોત થયા હતા. આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કેન્દ્રો પાસે નાસભાગમાં છ ભક્તોના મોત થયા હતા. સવારથી હજારો શ્રદ્ધાળુઓ વૈકુંઠ દ્વાર દર્શન ટોકન માટે તિરુપતિના વિવિધ ટિકિટ કેન્દ્રો પર લાઇનમાં ઉભા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે બૈરાગી પાટિડા પાર્કમાં ભક્તોને લાઇનમાં ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. વૈકુંઠ દ્વાર દર્શન દસ દિવસ માટે ખુલ્યા છે, જેના કારણે હજારો લોકો ટોકન માટે ઉમટી રહ્યા છે.