HMPV સામાન્ય વાયરસ : WHO
ચીન બાદ ભારતને ફટકો મારનાર HMPV પર વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. WHOએ તેને સામાન્ય વાયરસ ગણાવ્યો છે. સંસ્થાએ કહ્યું છે કે HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસ નવો નથી, તેની ઓળખ 2001માં જ થઈ હતી. તે લોકોમાં લાંબા સમયથી હાજર છે જે શિયાળાની ઋતુમાં જ પ્રભાવ દર્શાવે છે.