ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા પ્રમુખ તરીકે આજે શપથ લેશે
અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે 47મા પ્રમુખ તરીકે શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પે રવિવારે તેમના સમર્થનમાં યોજાયેલી ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન વિક્ટરી’ રેલીને સંબોધન કર્યું હતું. આ વખતે ભારે ઠંડી અને હિમવર્ષાને કારણે શપથવિધિ વેસ્ટ લોનને બદલે કેપિટોલ રોટુન્ડામાં ઇનડોર યોજાશે. શપથ ગ્રહણ સમારંભ ટ્રમ્પ ફ્લોરિડાથી વોશિંગ્ટન ડી.સી. પહોંચી ગયા છે. શપથવિધિમાં જે.ડી. વેન્સ પણ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે. શપથવિધિમાં દેશ-વિદેશના નેતાઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહેશે. કેપિટોલ રોટુન્ડામાં 600 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. 20 હજાર જેટલા ટ્રમ્પના સમર્થકો વોશિંગ્ટનના કેપિટલ વન સ્પોર્સ્ટ એરિનામાં શપથવિધિ સમારંભનું જીવંત પ્રસારણ નિહાળશે. શપથવિધિ બાદ ત્યાં હાજરી આપવાનું ટ્રમ્પે સમર્થકોને વચન આપ્યું છે.