ahemdabadગુજરાત

અમદાવાદમાં પાંજરાપોળ નજીક બનશે ફ્લાયઓવર

અમદાવાદમાં પાંજરાપોળ ફ્લાયઓવરના નિર્માણનો માર્ગ મોકળો થયો છે, ફ્લાયઓવરના સામેની જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે ચુકાદો આપતા કહ્યું હતું કે, કોર્ટને એવી છૂટ નથી અને એ શક્ય પણ નથી કે તે ‘લક્ષ્મણ રેખા’ ઓળંગીને તંત્રના નીતિ વિષયક નિર્ણય પર પોતાનો દૃષ્ટિકોણ કે નિર્ણય થોપી શકે. ચીફ જસ્ટિસની બેન્ચે 70 પાનાના ચુકાદામાં અરજદારોની દલીલોની ઝીણવટભરી છણાવટ કરી નોંધ્યું હતું કે, મનપા પ્રજાના બહોળા હિત માટે ફ્લાયઓવર બનાવી રહી છે ત્યારે બ્રિજના નિર્માણથી વૃક્ષો કપાશે અને ગ્રીન કવર ઘટશે એવી દલીલ અપ્રસ્તુત જણાય છે. કેમ કે, મનપા નવા 30 લાખ વૃક્ષો વાવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x