મહાકુંભ મેળામાં જવા ગુજરાત સરકારે કરી ખાસ વ્યવસ્થા
ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ કુંભ મેળામાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી ધન્યા અનુભવી રહ્યા છે. પ્રયાગરાજના કુંભ મેળામાં ગુજરાતીઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે રાજ્ય માર્ગ વાહન વિભાગ તેમજ પ્રવાસન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓ માટે નવી વોલ્વો બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ આ નવી વોલ્વો બસો અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે દોડાવવામાં આવશે.
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપતા કહ્યું કે અત્યારે અલ્હાબાદમાં મહા કુંભ ચાલી રહ્યો છે, 140 વર્ષમાં એક વખત મહા કુંભ આવે છે. અહીં બેઠેલાના જીવનમાં બીજી વખત આ મોકો નહીં મળે. મારી સૌને અપીલ અને વિનંતી છે કે સૌ ત્યાં જાઓ અને મેળાનો લાભ લો, આનંદ લો ત્યાં ખૂબ સારી વ્યવસ્થા કરી છે, તેથી કોઈ તકલીફ પડશે નહીં.