ahemdabadગુજરાત

અમદાવાદ પોલીસ કમિશનરે કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈ પ્રસિદ્ધ કર્યુ જાહેરનામું

અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મોટેરા, સાબરમતી ખાતે કોલ્ડ પ્લે મ્યુજીક ઓફ ધી યરનો કોન્સર્ટ તા. ૨૫/૦૧/૨૦૨૫ તથા તા.૨૬/૦૧/૨૦૨૫ના રોજ થનાર છે. આ મ્યુઝિક શો જોવા માટે આવનાર VVIP, મોટા પ્રમાણમાં અને મર્યાદિત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો અને સેલિબ્રિટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફિક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહીં.આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ – ૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત

01-જનપથ ટીથી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસિડન્સી ટી થઇ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ

વૈકલ્પિક માર્ગની વિગત

01-તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધ રાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.

02-કૃપા રેસિડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ-કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x