તાપી જિલ્લામાં 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી
તાપી જિલ્લામાં 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી યોજાવાની છે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, જેના ભાગરૂપે પોલીસ દ્વારા જુદા-જુદા કાર્યક્રમોની ઝાંખી સોનગઢ ખાતે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કાર્યક્રમ ઉજવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મીની પરેડનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.