પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કારોની કરાઇ જાહેરાત
પ્રજાસત્તાક પર્વ પર પોલીસ, ફાયર, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારાત્મક સેવાઓના 942 કર્મચારીઓને શૌર્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આમાં, 95 સૈનિકોને શૌર્ય ચંદ્રક, 101 ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક, 746 ને પ્રશંસનીય સેવા માટે ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. 95 વીરતા પુરસ્કારોમાંથી મોટાભાગના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત સૈનિકોને આપવામાં આવ્યા હતા. આમાં, નક્સલવાદી વિસ્તારના 28 સૈનિકો, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રના 28 સૈનિકો, ઉત્તર-પૂર્વના 03 સૈનિકો અને અન્ય વિસ્તારોના 36 સૈનિકોને તેમના વીરતાપૂર્ણ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આમાં 78 પોલીસકર્મીઓ અને 17 ફાયર સર્વિસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. વિશિષ્ટ સેવા માટે 101 રાષ્ટ્રપતિ ચંદ્રકો (પીએસએમ)માંથી 85 પોલીસ સેવાને, 5 ફાયર સર્વિસને, 07 સિવિલ ડિફેન્સ-હોમગાર્ડ્સને અને 04 રિફોર્મ્સ ડિપાર્ટમેન્ટને એનાયત કરવામાં આવ્યા છે. સરાહનિય સેવા માટે 746 મેડલમાંથી, 634 પોલીસ સેવાને, 37 ફાયર સર્વિસને, 39 સિવિલ ડિફેન્સ-હોમગાર્ડ્સને અને 36 સુધાર સેવાને એનાયત કરવામાં આવ્યા છે.