ગુજરાતના 9 પોલીસ અધિકારી-જવાનો રાષ્ટ્રપતિ પદકથી કરાશે સન્માનિત
ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા જવાનોને 26મી જાન્યુઆરીના પ્રસંગે વિશિષ્ટ સેવા તેમજ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલોથી નવાજવામાં આવશે. 26મી જાન્યુઆરીએ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાષ્ટ્રપતિ પદકની જાહેરાત કરવામાં આવી છે.જેમાં ગુજરાતના 9 પોલીસ અધિકારી સહિત જવાનોને સન્માનિત કરવામાં આવશે. રાજ્યના 9 પોલીસ અધિકારી સહિત જવાનોને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, IPS નિલેશ જાજડિયા, DySP અશોક પાંડોર, કોન્સ્ટેબલ દેવદાસ બારડ, કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ યાદવ, આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર હિરેન વરણવા, સબ ઇન્સપેક્ટર બાબુલ પટેલને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી, હેડ કોન્સ્ટેબલ હેમાંગ મોદીને પણ એવોર્ડ આપવામાં આવશે.