૭૬માં પ્રજાસત્તાક પર્વ પર મહિલાઓ માટે ફ્રી પ્રાથમિક ટેસ્ટનું આયોજન
૭૬માં પ્રજાસત્તાક દિવસ, ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે ૧૮ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે પેથોલોજીકલ લેબોરેટોરીના પ્રાથમિક જરૂરી CBR ટેસ્ટ નિ:શુલ્ક કરાવાનું તેમજ આરોગ્યલક્ષી જાગૃતિ કેળવવા પ્રશિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યક્રમનો લાભ જિલ્લાની મહત્તમ બહેનોને મળે તે હેતુથી વધુમાં વધુ લોકોને આ બાબતે જાણ કરી, કાર્યક્રમ સફળ બનાવવાના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગર શાખા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગર શાખાના સહયોગથી આ આયોજન તા. 26 જાન્યુઆરીના દિવસે સવારે 9:45 કલાકે પથિકાશ્રમ નિલાયા, એસ.ટી બસ સ્ટેન્ડ પાસે,ઘ-૩ સર્કલ સેક્ટર -11 ખાતે રાખવામાં આવ્યો છે. મહિલાઓ માટેના પેથો લેબોરેટરી ના રજીસ્ટ્રેશન કરાવવા માટે ફોન નં ૯૭ ૯૭ ૯૭ ૫૦ ૫૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.