ગાંધીનગર

કડી સર્વ વિશ્વ વિદ્યાલય તથા કેળવણી મંડળ દ્વારા ટેક ક્રિથી ૨૦૨૫ કોન્ક્લેવનું આયોજન

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર તથા કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંચાલિત ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર સાયન્સ દ્વારા “Tech Krithi -2025” Academia industry Tech- conclave નું આયોજન Empowering the future: Integrating emerging technologies and workforce Innovation વિષય ઉપર સર્વ વિદ્યાલય કેળવણી મંડળ(કડી અને ગાંધીનગર)ના ચેરમેન તથા કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ માનનીયશ્રી વલ્લભભાઈ એમ. પટેલ સરની પ્રેરણાથી શ્રી ચૈતન્ય ભવન,મીકેનીકલ હોલ સેક્ટર 15 ખાતે ટેક ક્રિથી ૨૦૨૫ કોન્ક્લેવની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી.

આ ટેક ક્રિથી ૨૦૨૫ કોન્ક્લેવનું ઉદ્દઘાટન કડી સર્વ વિશ્વ વિદ્યાલય ઇન્ચાર્જ ડાયરેકટર ડો.ગાર્ગી રાજપરા. પારુલ યુનિવર્સિટીના પ્રો વોસ્ટ ડો. અમિત ગણાત્રા, ફેકલ્ટી ઓફ કમ્પ્યુટરમાં સાયન્સના ડીન ડો. રૂપેશ વ્યાસ ડો.એસ.એમ. શાહ, ડો.ભદ્રેશ પંડયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડો.ગાર્ગી રાજપરા દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો . ડીન ડો. રૂપેશ વ્યાસ દ્વારા આવેલ મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ ટેક ક્રિથી ૨૦૨૫ કોન્ક્લેવ માં જુદી જુદી ૩2 આઈ.ટી કંપની ઓના ૯૧ જેટલા ડેલીગેસ્ટ એ ભાગ લીધો હતો. અત્યાર સુધીમાં ૩2 જેટલી આઈ.ટી કંપનીઓના કડી સર્વ વિશ્વ વિદ્યાલય સાથે MOU થયેલા છે. શ્રી ડો. અરિવારાસુ સેલ્વેરાજ ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર અદાણી , શ્રી મંતવ્ય ગજ્જર મેનેજીંગ ડાયરેકટર ઓડૂ, શ્રી લક્ષિત પંત પ્રોગ્રામ મેનેજર માઈક્રોસોફ્ટ, શ્રી ધવલ ચૌહાણ ડીલેવરી હેડ,હેવલેટ પેકાર્ડ એન્ટરપ્રાઇઝ, શ્રી ડો.નિધિ અરોરા કો-ફાઉન્ડર એન્ડ ડાયરેકટર એડવિક ટેક, શ્રી વિજય બૂટાની ડાયરેકટર કોડનિક્ષ એલ.એલ.પી વગેરે પેનલીસ્ટ સાથે ડો. શિવાની ત્રિવેદીએ મોડરેટર તરીકે ડિસ્કશન કર્યું હતું. વિધાર્થીઓ દ્વારા પ્રશ્નોતરી કરવામાં આવી હતી. કોન્ક્લ્વનું સંચાલન ડો. જૈમિની કુલકર્ણી એ કયું હતું.અંતમાં આભાર વિધિ ડો. રીચા મહેતા દ્વારા કરવામાં આવી હતી. આ ટેક ક્રિથી ૨૦૨૫ કોન્ક્લેવમાં સંસ્થાના અધ્યાપકો અને વિધાર્થીઓએ ભાગ લીધો હતો. ટેક ક્રિથી ૨૦૨૫ કોન્ક્લેવને સફળ બનાવવામાં કોલેજના અધ્યાપકો એ ખુબ જ જહેમત ઉઠાવી હતી. ઉભરતી ટેક્નોલોજી દ્વારા ભવિષ્યને સશક્ત બનાવવું એવા ઉદ્દેશ સાથે કડી સર્વ વિશ્વ વિદ્યાલય “કર ભલા હોગા ભલા” સૂત્રને સાર્થક કરવામાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ માનનીયશ્રી વલ્લભભાઈ એમ. પટેલ સરનો અમુલ્ય ફાળો રહેલો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x