ચીનનું સસ્તું AI એન્જિન ડીપસીક લોન્ચ
ઓપનએઆઈ વર્ષે પાંચ અબજ ડોલરનો ખર્ચ પોતાના લાર્જ લર્નિંગ મોડેલમાં કરે છે. આ ઉપરાંત, તેના મોડેલની જટિલતાની ગણતરી માટે ચીપસેટ, તેનું ટેસ્ટીંગ અને તેના ડેટા સ્ટોરેજ અને તેને લગતી સેવાઓ આપતી અમેરિકન કંપનીઓ પણ અબજો ડોલરનો ખર્ચ કરે છે. ડીપસીકના એકદમ સસ્તા મોડેલથી આ બધી કંપનીઓએ કરેલા રોકાણ અને તેની સામેના વળતર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે અને તેના કારણે શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું જાણકારો જણાવે છે. ડીપસીકની અસરથી એઆઈ ચીપસેટમાં અત્યારે વિશ્વમાં અવ્વલ ગણાતી એનવિડીયાના શેરમાં કડાકો બોલ્યો છે. એનવિડીયાના શેર અમેરિકામાંં ૧૭ ટકા ઘટી ૧૨૦ ડોલર થઇ ગયા છે. સત્રમાં એનવીડીયાના શેરના ભાવ ઘટતા તેની એકલાની સંપત્તિમાં ૪૬૫ અબજ ડોલરનો કડાકો બોલી ગયો છે.