ગાંધીનગર ખાતે “રાષ્ટ્રીય દીકરી દિવસ”ની ઉજવણી કરવામાં આવી
જીલ્લાના મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી સંયુક્ત ઉપક્રમે બી. આર. સી. ભવન કલોલ, જિલ્લો ગાંધીનગર ખાતે “રાષ્ટ્રીય દીકરી દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી તથા “બેટી બચાઓ બેટી પઢાવો” યોજનાના ૧૦ – વર્ષ પૂર્ણ થતાં તે યોજનાની ઉજવણી પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પાલક માતા-પિતા યોજના અંતર્ગત લાભાર્થી દીકરીઓ, બાલિકા પંચાયતની દિકરીઓ, વાલીઓ તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજના અંતર્ગત 3 મંજૂરી હુકમ અને નવજાત જન્મેલ 10 દીકરીઓને વધામણાં કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.પાલક માતા-પિતા યોજના હેઠળ 25 દિકરીઓને શૈક્ષણિક કીટનું દીકરીને વિતરણ તથા 6 ગામની બાલિકા પંચાયતની દિકરીઓને બેઝ પહેરાવી સન્માનીત કરવામાં આવી,
તથા રમત-ગમત ક્ષેત્રે ગોલ્ડ મેડાલીસ્ટ 3 દિકરીઓને સ્કુલ બેગ, બેઝ તથા ટ્રોફી એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં દીકરીઓ દ્રારા માર્શલ આર્ટ, સેલ્ફ ડિફેન્સ, તથા ગુડ ટચ અને બેડ ટચનું ડેમો અને નિદર્શન કરી દીકરીઓને માહિતગાર કરાયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત માહનુભવો તથા અધિકારીશ્રીઓ દ્રારા બેટી બચાઓ બેટી પઢાવો, ગુડ ટચ બેડ ટચ અને મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ તથા શોર્ટ ફિલ્મ દ્રારા માહિતી અને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.