Budget 2025: 4 વર્ષ સુધી ભરી શકાશે અપડેટેડ IT રિટર્ન
નાણાંમંત્રી નિર્મલા સિતારમણે પોતાનું આઠમું બજેટ રજૂ કર્યું છે. જેમાં નાણાંમંત્રી દ્વારા કરદાતાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણાંમંત્રીએ અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા ચાર વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરી છે.
- અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમય સીમા બે વર્ષથી વધારીને 4 વર્ષ કરાઈ.
- વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર થતી આવક પર TDSની લિમિટ 50 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી છે.
- બે self-occupied સંપત્તિના વાર્ષિક મૂલ્યને શૂન્યના રૂપે પણ દાવો કરી શકશે.
- ભાડા પર TDSની વાર્ષિક સીમા 2.40 લાખ રૂપિયાથી વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવશે.