અમેરિકા વધુ 487 ભારતીયોને કરશે ડિપોર્ટ
અમેરિકામાં ટ્રમ્પ સરકાર બન્યા બાદ ગેરકાયદેસર રહેતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમેરિકા ટૂંક સમયમાં 487 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી દેશનિકાલ કરવાની તૈયારીમાં છે, તે દરમિયાન ભારતે ભારતીયો સાથે દુર્વ્યવહાર થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે અમેરિકા ટૂંક સમયમાં વધુ ૪૮૭ ભારતીયોને ડીપોર્ટ કરશે. આ સાથે મંત્રાલયે કબૂલ્યું હતું કે, ૧૦૪ ભારતીયો સાથે કરાયેલું અપમાનજનક વર્તન ટાળી શકાયું હોત. આ મુદ્દે અમેરિકા સાથે વાત કરવામાં આવશે. વધુ જણાવતા મિસરીએ આશ્વાસન આપ્યું હતું કે, અમેરિકા જે ગેરકાયદે ભારતીયોને ભારત પાછા મોકલી રહ્યું છે તેઓ સુરક્ષિત અને સન્માનજનક રીતે સ્વદેશ પાછા ફરે તે માટે કેન્દ્ર સરકાર સતત ટ્રમ્પ તંત્રના સંપર્કમાં રહેશે. વિક્રમ મિસરીએ ઉમેર્યું હતું કે, પોતાના દેશમાંથી ગેરકાયદે વસાહતીઓને કાઢી મૂકવાની પ્રક્રિયા નવી નથી. આ મુદ્દે વિદેશ મંત્રી જયશંકરે ગુરુવારે સંસદમાં ચર્ચા કરી હતી.