Delhi Election Results: પ્રારંભિક વલણોમાં ભાજપ આગળ, AAPને ઝટકો
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો શરૂ થઈ ચૂક્યા છે. દિલ્હીમાં મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર બનાવતી જોવા મળી રહી છે. જો કે પ્રાથમિક રીતે હાલનાં વલણો જોતા એક્ઝિટ પોલના પરિણામો ચૂંટણી પરિણામો સાથે મેળ ખાઇ રહ્યા છે. મતગણતરીના પ્રારંભિક વલણોમાં ભાજપ જંગી બહુમતી સાથે લીડ કરી રહ્યું છે. 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનું કમળ ખીલતું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી કારમી હાર તરફ જઈ રહી છે. વલણોમાં AAP ના દિગ્ગજ નેતાઓ પણ હારનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ ચૂંટણીમાં આ વખતે પણ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. દિલ્હીમાં ભાજપ 1993 બાદ પ્રથમ વખત જીતી છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ 2013થી દિલ્હીમાં શાસન કરી રહ્યા હતા.