ગાંધીનગર

ગાંધીનગરની સ્વામિનારાયણ સ્કૂલના તાઈકવૉન્ડો (કરાટે) શિક્ષકે 16 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું: 8 માસનો ગર્ભ રહ્યો

ગાંધીનગર :

ગાંધીનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, કે સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલના તાઈકવૉન્ડો (કરાટે) શિક્ષક સંજય વાઘેલાએ 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. આ ઘટના આઠ મહિના પહેલા ગાંધીનગરના કોલવડાની ન્યૂ લાઇફ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તા.16/6/24 ના રોજ યોજાયેલી સ્ટેટ લેવલ તાઈકવૉન્ડો (કરાટે) સ્પર્ધા દરમિયાન બની હતી.

સંજય વાઘેલા હાલમાં ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ રોડ સ્થિત આવેલી સ્કૂલમાં તાઈકવૉન્ડો (કરાટે) શિક્ષક છે, તે અગાઉ અમદાવાદમાં નોકરી કરતો હતો. ત્યાં તે 16 વર્ષીય દીકરીને કરાટે શીખવતો હતો. સમય જતાં તેણે કરાટે શીખવવાના બહાને સગીરા સાથે નજીકનો સંબંધ કેળવ્યો અને સ્કૂલ લેવલની સ્પર્ધાઓમાં પણ તેની સાથે રહેતો હતો. આઠ મહિના પહેલા કોલવડાની ન્યૂ લાઇફ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલી સ્પર્ધામાં સગીરાને લઈ જઈને તેણે એકલતાનો લાભ ઉઠાવી સ્કૂલના વોશરૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ ડરના કારણે આ વાત ઘરે જણાવી નહીં. પરંતુ આઠ મહિનાનો ગર્ભ રહી જતાં આ વાત પ્રકાશમાં આવી હતી. સગીરાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં મેડિકલ પરીક્ષણમાં સમગ્ર સત્ય બહાર આવ્યું હતું. પેથાપુર પોલીસ મથકના PI મૂકેશ દેસાઈના જણાવ્યા અનુસાર, પાલજ ગામના રહેવાસી સંજય વાઘેલા વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x