અમદાવાદમાં મનપા દ્વારા 54 નવા ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે
વિશ્વ સહિત અમદાવાદમાં દિન-પ્રતિદિન ઈલેક્ટ્રિક વાહનોની વધી રહેલી માંગને લઈ હવે મનપા દ્વારા 54 સ્થળે PPP મોડલ પર ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. PPP મોડલ પર 12 લોકેશન પર ચાર્જિંગ સ્ટેશન ચાલી રહ્યા છે. ત્યારે હવે સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ઉત્તર ઝોનમાં સૌથી વધુ 16 સ્થળે ચાર્જિંગ સ્ટેશન અને બેટરી સ્વેપિંગ સ્ટેશન લગાવવામાં આવશે. અમદાવાદમાં નવા ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો બનાવવા માટેના ટેન્ડર અનુસાર, ચાંદખેડા, નવા વાડજ, વેજલપુર, ઉસમાનપુરા, સોલા, ઘાટલોડિયા, વિરાટનગર સહિતના વિસ્તારમાં EV ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે. અમદાવાદ મનપા દ્વારા ચાર્જિંગ સ્ટેશન લગાવવા જાહેર કરાયેલા ટેન્ડરને લઈ 27 સ્થળે ચાર્જિંગ સ્ટેશન લગાવવા અદાણી અને ઈવેમ્પ એમ બે કંપની તૈયાર થઈ છે. તમામ ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન ગ્રીન કલરના બનાવવાના રહેશે.