હરિયાણાના 27 યુવાનો અંતર રાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરની મુલાકાતે
યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત ગાંધીનગર દ્વારા તારીખ ૧૫મી ફેબ્રુઅરીથી ૧૯મી ફેબ્રુઅરી સુધી અંતર રાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમાં હરિયાણા રાજ્યના કુલ ૫ જિલ્લાઓ ફરીદાબાદ, જીંદ, રોહતક , પાનીપત અને ભિવાનીના ૨૭ યુવાનો ભાગ લઈ રહ્યા છે.
આ કાર્યક્રમ દરમિયાન ૧૭મી ફેબ્રુઆરીની રોજ યુવાનો દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી મીરાબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને યુવાનોને માર્ગદર્શન પાડવામાં આવ્યું. મહાનગરપાલિકાની મુલાકાત દરમિયાન યુવાનો દ્વારા ઈન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત પણ લેવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારીશ્રી કચેરી નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત ગાંધીનગર દ્વારા કરવામાં આવી રહ્યું છે.