દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર હશે
દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર હશે, તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનું સ્થાન લેશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યોની પસંદગી સમિતિએ જ્ઞાનેશ કુમારના નામની ભલામણ કરી હતી, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી છે. આ સાથે જ ડો.વિવેક જોશી ત્રણ સભ્યોના ચૂંટણી પંચના નવા સભ્ય બનશે.અત્યાર સુધીની પરંપરા અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનરની જ નિમણૂક કરવામાં આવી છે. રાજીવ કુમાર પછી જ્ઞાનેશ કુમાર સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનર છે. ચૂંટણી કમિશનર તરીકે તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધીનો છે.