ગુજરાત

વલસાડ: ન્હાવા પડેલા 4 છાત્રોનું ડૂબી જવાથી નિપજ્યું મોત

વલસાડ જિલ્લાના રોહિયાળ તલાટ ગામમાં પાંડવકુંડમાં ન્હાવા પડતાં 4 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ, વાપી શહેરની KBS કૉલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં 8 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બે રિક્ષામાં કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ રોહિયા તલાટ ગામમાં ફરવા માટે આવ્યું હતુ. જેમાંથી 4 વિદ્યાર્થીઓ અને રિક્ષાનો ડ્રાઈવર અહીંના પાંડવ કુંડમાં ન્હાવા પડ્યા હતા, જે દરમિયાન પાણીમાં ડૂબી જવાથી 4 છાત્રોના મોત નિપજ્યાં છે. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x