ગુટખા-પાન મસાલાના ખરીદ-વેચાણ પર ઝારખંડ સરકારે લાદ્યો પ્રતિબંધ
ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. અગાઉ ઝારખંડના આરોગ્ય મંત્રી ઇરફાન અંસારીએ એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સાદા પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હવે રાજ્યમાં ક્યાંય પણ સાદા પાન મસાલા વેચાશે નહીં. ઝારખંડમાં 2023 સુધી ગુટખા પર પ્રતિબંધ હતો પરંતુ છેલ્લા એક વર્ષથી તેનું વેચાણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે સાદા મસાલાના નામે પણ તમાકુ વેચાઈ રહી છે. બુધવારથી તે કોઈપણ સંજોગોમાં વેચાશે નહીં.