ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ: વ્હાઇટ હાઉસે શેર કર્યો વિડીયો
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે કડક વલણ અપનાવી રહ્યા છે. ભારત સહિત ઘણા દેશોના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશ પાછા મોકલવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાથકડી પહેરાવતો એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. જોકે આ પ્રવાસીઓને જે રીતે મોકલવામાં આવી રહ્યા છે તેને લઈને અમેરિકાનો દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો છે. વ્હાઈટ હાઉસે ASMR : ઈલિગલ એલિયન ડિપોર્ટેશન ફ્લાઈટ ના કેપ્શન સાથે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં સાંકળમાં બાંધેલા ગેરકાયદે અપ્રવાસીઓને વિમાનમાં ચઢતા બતાવાયા હતા.
ASMR: Illegal Alien Deportation Flight 🔊 pic.twitter.com/O6L1iYt9b4
— The White House (@WhiteHouse) February 18, 2025