શિવ મહાપુરાણ કથા શિવ પૂજન અને મહાશિવરાત્રીના ત્રિવેણી સંગમ સ્વરુપ કથામહા કુંભનો આવતીકાલથી કુડાસણ ખાતે પૂજ્ય ભારતી બાપુની વાણીમાં પ્રારંભ
જગત ઉત્પત્તિના કારક સત્ય પ્રેમ કરુણા શ્રદ્ધા વિશ્વાસ સ્વરૂપે એવા દેવાધિદેવ મહાદેવ ના પાવન પવિત્ર નિરાકારથી સાકાર થવાના મહોત્સવની મહારત્રિ એવા મહાશિવરાત્રીના પાવન દિવસોમાં જગતમાં સૌથી સરળ રીતે રાજી થતા ચપટી ભભૂતમાં જગતનું સર્વસ્વ આપનાર અને એક લોટા જલથી મારા અને તમારા ઉપર પ્રસન્ન થનાર દેવોના દેવ મહાદેવના અદભુત ગુણો નો ગુણગાનગાતી જગતના અનોખા મહાપુરાણ શિવ મહાપુરાણ શિવકથાનું શિવનું જેના ઉપર અતિશય કૃપા છે એવા શિવ પુત્ર ગાંધીનગર ના યુવા તથા ગોસ્વામી સંજય ભારતી બાપુના ભક્તિ પ્રેમમય સ્વરમાં તારીખ 20 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી દરરોજ બપોરે ત્રણ થી છ કલાક સુધી નાગરાજ ફાર્મ હરિ ગોલ્ડ એપાર્ટમેન્ટ પ હનુમાનજી મંદિર પાસે ધ લેન્ડમાર્ક નીબાજુમાં કુડાસણ ના આંગણે પ્રથમવાર યોજવા જઈ રહી છે શિવ મહાપુરાણ કથા નો આજ થી પ્રારંભ જેમાં અદભુત શિવ મહાપુરાણ કથા મહાત્મય નું ગાન અને પાન સાથે કથામાં જગતની ઉત્પત્તિ સાથે જગત કલ્યાણ અર્થે શિવ ના નિરાકારમાંથી સાકાર સ્વરૂપના પ્રાગટ્યની સુંદર અને અદભુત કથાનું ગાન અને પાન કરવામાં આવશે શિવ મહાપુરાણ કથા ની અંદર દ્રાદસ જ્યોતિર્લિંગ પ્રાગટ્ય કથા રુદ્રાક્ષ પ્રાગટ્ય કથા બીલી પ્રાગટ્ય કથા તથા શિવજી દ્વારા અનેક ભક્તોના દુઃખ સંકટ દૂર કરવા સાક્ષાત સાકાર સ્વરૂપે પ્રગટ થવાની અદભુત કથાનું ગાન સાથે સાથે મા જગતજનની ના સતી પ્રાગટ્ય. માં પાર્વતી પ્રાગટ્ય તથા 51 શક્તિપીઠના પ્રાગટ્યની કથા તથા શિવ પાર્વતી વિવાહ ગણેશ પ્રાગટ્ય કાર્તિક પ્રાગટ્ય મહાદેવની સેવા ભક્તિના અદભુત સંગમ એવા હનુમંત પ્રાગટ્ય ની કથા નું ગાન અને પાન ગોસ્વામી સંજય ભારતી બાપુ દ્વારા કરવામાં આવશે તો દરેક ભક્તજનોને નિત્ય શિવ કથા સાથે સાથે શિવલિંગનું પૂજન અર્ચન શિવ આરતી શિવપ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવેલ છે તો ભક્તજનોને પધારવા પ્રેમભયું નિમંત્રણ