બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: ગાંધીનગર મેયર અને ભાજપ પ્રમુખે વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છાઓ
આજરોજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 ની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે. આ પ્રસંગે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને ગાંધીનગર મહાનગર ભાજપના પ્રમુખ રુચિરભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ગાંધીનગર શહેરના સેક્ટર 7 માં આવેલી જે.એમ. ચૌધરી શાળાના પ્રવેશદ્વાર પર ઊભા રહીને મેયર શ્રીમતી મીરાબેન પટેલે પરીક્ષા આપવા જતા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી. જ્યારે ગાંધીનગર મહાનગર ભાજપના પ્રમુખ રુચિરભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને પેન અને રાઈટિંગ પેડ આપીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.