ઓસ્કાર 2025: ‘ધ બ્રુટાલિસ્ટ’ છવાઈ, એડ્રિયન બ્રોડી બેસ્ટ એક્ટર
લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 97મા એકેડેમી એવોર્ડ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે પ્રથમવાર કોનન ઓ’બ્રાયને ઓસ્કાર એવોર્ડ્સનું હોસ્ટિંગ કર્યું હતું. આ એવોર્ડ શો માં ઘણા સ્ટાર્સે પોતાના શાનદાર પ્રદર્શનથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ વર્ષે, ‘અનોરા’ ફિલ્મે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો, જ્યારે એડ્રિયન બ્રોડીને ‘ધ બ્રુટાલિસ્ટ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. આ સિવાય, મિકી મેડિસને ‘અનોરા’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો. જો કે, ભારત માટે આ વખતે નિરાશાજનક સમાચાર આવ્યા, કારણ કે ‘અનુજા’ ફિલ્મ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી.
ઓસ્કાર 2025ના મુખ્ય વિજેતાઓ:
- શ્રેષ્ઠ ફિલ્મ: અનોરા
- શ્રેષ્ઠ અભિનેતા: એડ્રિયન બ્રોડી (ધ બ્રુટાલિસ્ટ)
- શ્રેષ્ઠ અભિનેત્રી: મિકી મેડિસન (અનોરા)
- શ્રેષ્ઠ દિગ્દર્શક: સેન બેકર (અનોરા)
- શ્રેષ્ઠ સહાયક અભિનેતા: કાઈરન કલ્કિન (અ રીઅલ પેઈન)
- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: જોય સલ્દાના (એમિલિયા પેરેજ)
- શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ: આઈ એમ સ્ટીલ હીયર
- શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ: ફ્લો
- શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ: નો અધર લેન્ડ
- શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ: ‘ડ્યૂન પાર્ટ 2’
- શ્રેષ્ઠ સાઉન્ડ એવોર્ડ: ‘ડ્યૂન પાર્ટ 2’
ભારત માટે નિરાશા:
પ્રિયંકા ચોપરા અને ગુનીત મોંગા દ્વારા કો-પ્રોડ્યુસ થયેલી ફિલ્મ ‘અનુજા’ ઓસ્કાર જીતવામાં નિષ્ફળ રહી. આ ફિલ્મ એક 9 વર્ષની બાળકીની કહાણી હતી, જે ફેક્ટરીમાં કામ કરે છે. ઓસ્કાર 2025 સમારોહ સિનેમા જગત માટે એક યાદગાર રાત બની રહી, જેમાં વિશ્વભરના કલાકારોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા.