ગાંધીનગર

ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ 27 માર્ચના રોજ યોજાશે

લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાનો માર્ચ માસનો સ્વાગત કાર્યક્રમ તા.૨૭/૦૩/૨૦૨૫ના રોજ સવારે ૧૧ કલાકે ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી, સમિતિ ખંડ ખાતે યોજાશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત હોય તો અરજી કરી શકાશે.
અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. અરજીમાં મોબાઈલ નંબર અચુક દર્શાવવાના રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે. અરજદાર જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઇ રજૂઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહિ. અરજદારો કચેરીમાં તા.૧૦/૦૩/૨૦૨૫ સુધી પ્રશ્નો રજૂ કરી શકશે. ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડીશીયલ પ્રશ્નો, સામુહિક રજુઆતો, નીતિ વિષયક પ્રશ્નો તથા સેવાવિષયક/નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમાં લક્ષમાં લેવામાં આવશે નહી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x