વડાપ્રધાન મોદી દ્વારા આપેલ વિકસિત ભારતના સૂત્રથી યુવા સંસદનું આયોજન
દેશના યુવાઓને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ભાગીદાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે, “વિકસિત ભારત યુવા સંસદ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાઓના વિચારો અને સૂચનોને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાનો અને તેમને લોકશાહી પ્રક્રિયામાં સામેલ કરવાનો છે. વિકસિત ભારત યુવા સંસદ એ એક રાષ્ટ્રીય પહેલ છે જે દેશભરના યુવાઓને એક મંચ પર લાવે છે જેથી તેઓ રાષ્ટ્રના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી શકે અને તેમના વિચારો રજૂ કરી શકે. આ સંસદ યુવાઓને રાજકારણ, સામાજિક મુદ્દાઓ, અર્થવ્યવસ્થા અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર તેમના મંતવ્યો વ્યક્ત કરવાની તક આપે છે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા ઈચ્છુક યુવા માય ભારત પોર્ટલ પર પોતાને રજીસ્ટર કરીને ભાગ લઇ શકશે. પોર્ટલ ઉપર રજીસ્ટર કરવાની પ્રક્રિયા દરમિયાન યુવાનોને “વિકસિત ભારતનુ તમે શું મતલબ સમજો છો” વિષય પર ૧ મિનટનું વિડીઓ અપલોડ કરવાનું રહશે. ગાંધીનગર જિલ્લા અને મેહસાણા જિલ્લાના યુવાનો માટે યુવા સંસદ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે કરવામાં આવશે, જેમાં ગાંધીનગર અને મેહસાણા જિલ્લાના ૧૫૦ બેસ્ટ પ્રતિભાગી ભાગ લઇ શકશે. જિલ્લા નોડલ કેન્દ્રથી બેસ્ટ 10 યુવાનોને રાજ્ય સ્તરીય વિકસિત ભારત યુવા સંસદ પ્રતિયોગીતામાં ભાગ લેવાની તક મળશે,
જેનો આયોજન ગુજરાતની વિધાનસભામાં કરવામાં આવશે. જિલ્લા કક્ષાની પ્રતિયોગિતામાં રજીસ્ટર કરવાની છેલી તારીખ ૯ માર્ચ ૨૦૨૫ રહશે. ગાંધીનગર અને મેહસાણાના યુવાનો માટે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારીશ્રીની કચેરી, માય ભારત ગાંધીનગર , રાષ્ટ્રીય સેવા યોજના અને હોસ્ટ સંસ્થા રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે mybharat.gov.in પર વીજીટ કરો અથવા ઇમેઇલ nykgnr@gmail.com પર ઇમેઇલ કરો.