વડગામમાં વડતાલ તાબા સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થયો સંપન્ન
જંબુસર તાલુકાના વડગામે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ રાકેશજી પ્રસાદજી મહારાજના રૂડા આશિષ અને કર કમળો દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો અને મહારાજ શ્રી એ આરતી ઉતારી હતી. મહોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.
જંબુસર તાલુકાના વડગામના ડોસાભાઇ ગઢવી અને બને સંગજી ગઢવી તેમની પત્નીઓ સાથે વિક્રમ સંવાદ 1911 ની સાલમાં સત્સંગી જીવન ગ્રંથની સત્સંગ છાવણી વખતે વડતાલમાં રોકાયા હતા. અને સંતો મહંતોના ઉપદેશો સાંભળી આ ભક્તોનું જે ગામ ગરાસ હતું. તે જીવતા સુધી રાખીશું પછી શ્રી લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો. અને વડગામે પરત ફર્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી બંને ભક્તો અક્ષરધામ સિધાવ્યા હતા. અને તેમની પત્નીઓ મોજબા અને બાઇ બા પતિના સંકલ્પ પૂર્ણ કરવા ગરાસની આવક આવે તેમાંથી ગુજરાત ચલાવે અને વધે તે દેવને અર્થે વાપરે વિક્રમ સંવત 1919 માં વડતાલમાં મોજબા એ ઠાકોરજીનો તુલસી વિવાહ કરાવ્યો ત્યારે ગરાસ લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કર્યો હતો. અને 1950 માં મોજબા, બાઈબા એ દેહ ત્યાગ કરી ધામમાં ગયા અને આચાર્ય વિહારી લાલ મહારાજે વસો ગામના ગોવિંદ પટેલને વડગામના ગરાસની જવાબદારી સોંપી હતી. ગરાસની 800 વીગા ઉપરાંત જમીન તથા હરિનું નાનું મંદિર હતું. જે ટેનેન્સી એક્ટ આવતા ગરાસ ખલાસ તથા મંદિર જીર્ણ થઈ ગયું હતું. દસ વર્ષ પહેલા સત્સંગ મહાસભા વડતાલ પ્રમુખ પૂજ્ય નૌતમ સ્વામીજી ની પ્રેરણાથી તથા પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજીના આશિષથી મંદિરનો જીર્ણોદ્ધાર કરી મંદિર નિમિત્તે કાર્ય પૂર્ણ થતા ત્રિ દિનાત્મક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા કથા તથા પોથીયાત્રા, પ્રતિષ્ઠા યજ્ઞ, શાકોત્સવ, સહિત વિધવાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. અને ભક્તજનો માટે મંદિર ખુલ્લુ મુકાયું હતું.ત્રીદીનાત્મક મહોત્સવ પ્રસંગે દેવ પ્રકાશદાસજી સ્વામી,ભક્તિ પ્રિય સ્વામી, પ્રભુતા નંદજી સ્વામી, સહિત પધાર્યા હતા. તથા પૂર્વ સરપંચ દિનેશભાઈ પરમાર, ડોક્ટર દીપકભાઈ રાઠોડ, કમલેશભાઈ પટેલ, કુલદીપસિંહ યાદવ, હર્ષદભાઈ ઠાકોર, હર્ષદભાઈ ગઢવી, મેલસંગભાઇ ઠાકોર,જયંતીભાઈ પટેલ, સુનિલભાઈ પટેલ, રાજેશભાઈ ઠાકોર, ગોકુળભાઈ કોઠારી સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહી દર્શન પૂજનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.