ગુજરાત

RTE હેઠળ પ્રવેશની તારીખ લંબાવાઈ, આવક મર્યાદામાં થઈ શકે છે વધારો

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા આવક મર્યાદામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે. હાલમાં ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે 1.50 લાખની આવક મર્યાદા છે, જેને વધારીને 6 લાખ કરવાની વિચારણા થઈ રહી છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સુરતમાં જણાવ્યું હતું કે, સરકાર આ અંગે સક્રિયપણે વિચારણા કરી રહી છે અને ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે.

જો આવક મર્યાદા વધારવાનો નિર્ણય લેવામાં આવે તો, વાલીઓને નવા આવકના દાખલા મેળવવા માટે 10 દિવસનો વધારાનો સમય આપવામાં આવશે. RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ આજે હતી, પરંતુ વેબસાઈટ ધીમી ચાલતી હોવાથી ફોર્મ ભરવાની મુદતમાં 4 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. હવે વાલીઓ 16 તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, RTEમાં આવકની વિસંગતતા હતી અને અન્ય બાબતોમાં 6 લાખની આવક મર્યાદા લાગુ કરવામાં આવી રહી છે. આવક મર્યાદામાં સુધારો કરવાથી વધુ આવક ધરાવતા વાલીઓ પણ RTEનો લાભ લઈ શકશે.

તેઓએ અંદાજે 10 દિવસનો વધારાનો સમય આપવાની વિચારણા હોવાનું પણ જણાવ્યું હતું. ઘણા વાલીઓએ પહેલાથી જ આવકના દાખલા મેળવી લીધા છે, પરંતુ વધુ આવક ધરાવતા વાલીઓને પણ ફોર્મ ભરવાની તક મળે તે માટે સમય વધારવામાં આવી રહ્યો છે. 6 લાખની આવક મર્યાદા કરવાનો નિર્ણય લગભગ નિશ્ચિત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x