ગુજરાત

સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં વધુ એકવાર બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી. બાળકીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં 6 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. એક અજાણ્યા નરાધમે બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી છે. પોલીસે નરાધમને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x