GSRTCની નવી યોજના: ‘મન ફાવે ત્યાં ફરો’, ગુજરાતમાં સસ્તી મુસાફરીનો લાભ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ રાજ્યના પ્રવાસીઓ માટે એક નવી યોજના શરૂ કરી છે, જેનું નામ છે ‘મન ફાવે ત્યાં ફરો’. આ યોજના હેઠળ, મુસાફરો 4 થી 7 દિવસના સમયગાળામાં માત્ર 450 થી 1450 રૂપિયામાં ગુજરાતના કોઈપણ સ્થળે મુસાફરી કરી શકે છે.
આ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવા ઇચ્છતા લોકોને સસ્તું અને સુવિધાજનક પરિવહન પૂરું પાડવાનો છે. GSRTC દ્વારા લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, લક્ઝરી, સ્લીપર કોચ, એ.સી. કોચ અને વોલ્વો સહિતની વિવિધ બસ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુસાફરોએ બસના પ્રકાર અનુસાર ભાડું ચૂકવવાનું રહેશે.
આ યોજનામાં બાળકો અને પુખ્ત વયના વ્યક્તિઓ માટે પીક સિઝન (એપ્રિલ, મે, જૂન, ઓક્ટોબર અને નવેમ્બર) અને સ્કેલ સિઝન (જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ડિસેમ્બર) પ્રમાણે ભાડામાં તફાવત રહેશે.