દેશમાં જાતિ વ્યવસ્થા રાજકારણીઓએ ઊભી કરી છે: ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાતિવાદ અને રાજકારણના સંબંધો પર એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, દેશમાં જાતિ વ્યવસ્થા સામાન્ય લોકોએ નહીં, પરંતુ રાજકારણીઓએ ઊભી કરી છે. ગડકરીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં જાતિ અને પછાતપણાના મુદ્દાઓએ રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે. તેમણે નેતાઓ પર આક્ષેપ કર્યો કે તેઓ પોતાના સ્વાર્થ માટે જાતિવાદને પ્રોત્સાહન આપે છે, જ્યારે સામાન્ય જનતા ભાઈચારામાં રહેવાની ઈચ્છા ધરાવે છે.