બિનરાસાયણિક ખેતી અત્યંત આવશ્યક – ઓર્ગેનિક ખેતી પરિસંવાદમાં દિલીપ સંઘાણી
દિનપ્રતિદિન બંજર બનતી દેશની વિશાળ ખેતી અને ઉત્પાદનને હવે ઓર્ગેનિક તરફ વળવું ખુબજ જરૂરી છે અને તે તરફ ખેડૂતો સાવધાનપૂર્વક જાગૃત બને તે ખુબજ જરૂરી હોવાનું આજે ગાંધીનગર ખાતે ગુજકોમાસોલ અને એમ.એન.જી., જોર્ડન ના સંયુક્ત ઉપક્રમે ખેતીપાકને કુદરતી પીઠબળ પૂરું પાડતી ટેકનીકલ ખાતર પ્રક્રિયાથી જમીન ફળદ્રુપ બને છે, જમીનનું શુધ્ધિકરણ થાય છે, રાસાયણિક ખાતર કરતા સસ્તું, વાવેતર વઘે છે, વાવેતર સમયમાં ઘટાડો થાય છે તેમજ ઓછા સમયમાં બે પાક લઇ શકાય છે તેમ પરિસંવાદને સંબોધતા દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતોની વિશાળ ઉપસ્થિતિમાં સંઘાણીએ વઘુમાં જણાવેલ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને ખાતર ક્ષેત્રે આત્મનિર્ભરતાની પહેલ કરી છે. સાથોસાથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીથી દેશની ખેતી પ્રણાલિકા અસરકારક બનાવવા કેટલાક મહત્વપૂર્ણ ખાતર દેશની જરૂરિયાત, ઉત્પાદન અને વપરાશને ધ્યાને લઇ સંતુલિત ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં સહીયારા પ્રયાસ અને સક્ષમ વ્યવસ્થાઓ સાથે પાકની ઉપજમાં ઉણપ, પોષક તત્વોની ઓછી કાર્યક્ષમતા, માટીમાં કાર્બનિક પદાર્થોની ઘટ, વિવિધ પોષક તત્વોની ખામી, ખેતી લાયક જમીન અને પાણીની ઉપલબ્ધતામાં ઘટાડા જેવા વિવિધ પાસાઓને અસર કરી ફળદ્રુપ જમીન અને ઉત્પાદન માટે અસરકારક, પાક અને પર્યાવરણને પણ સુરક્ષીત રાખતું આ ટેકનોલોજી ખાતર ક્ષેત્રે આત્મનિર્ભરતાની પહેલ સમાન ગણાવી.
કૃષિક્ષેત્રે સહકારી માળખાકીય યોજનાઓ અને ઉત્પાદનમાં આગળ વઘવા તરફ ભાર મુકેલ. ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ કે, સામુહિક ઉત્પાદન અને સામુહિક લાભાલાભ છેવાડાના કૃષિકારો સુધી પહોંચે તે ઘ્યેય સાથે સહકાર કામગીરી કરી રહેલ છે. પ્રાકૃતિક ખેતી પધ્ધતિઓ તેના ફાયદા, પ્રયોગો અંગે જણાવી જમીનને રાસાયણ મુક્ત કરવા પ્રાકૃતિક ખેત તરફના પ્રયાસો રોજગારી, ઉત્પાદન અને પુરક રોજગારી “ સહકાર થી સમૃધ્ધિ” તરફ દોરી જતા હોવાનું જણાવી કૃષિ ખર્ચ ઘટાડતા અને વઘુ ઉત્પાદન આપતી એમએનજી ઉત્પાદિત ખાતર ટેકનીકલ પધ્ધતિ અવલંબિત કરવા પરિસંવાદના અંતે જણાવેલ હતું.
કાર્યક્રમમાં સંઘાણી ઉપરાંત ગુજકોમાસોલનાં વાઈસ ચેરમેન બિપીનભાઈ પટેલ (ગોતા), એમએનજી કંપનીના વૈજ્ઞાનિક ડો. વિક્ટર, સી.ઈ.ઓ. દિનેશભાઈ સુથાર, ભરતભાઈ પટેલ, ગુજકોમાસોલનાં બોર્ડ ઓફ ડીરેક્ટર્સ સહિત ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમ કાર્યાલયની અખબારી યાદીના અંતમાં જણાવેલ છે.