ગાંધીનગરમાં ઝૂંપડામાં લાગી આગ, 4 ફાયર ફાઈટર્સ દાઝ્યા
ગાંધીનગરના સેક્ટર 4 વિસ્તારમાં રાત્રે એક ઝૂંપડામાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગ બુઝાવવા પહોંચેલા ચાર ફાયર ફાઈટર્સ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેઓને રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાનો પ્રયાસ કરતી વખતે ઝૂંપડામાં રહેલો ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. જેના કારણે ચાર ફાયર ફાઈટર્સ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓ લગભગ 50 ટકા જેટલા દાઝી ગયા છે.