રાજ્યપાલના બિલ પર રાષ્ટ્રપતિએ સમયસર નિર્ણય લેવો જરૂરી: સુપ્રીમ કોર્ટ
તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિના કેસમાં સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને કોઈ બિલ મોકલવામાં આવે, તો રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર તેનો નિર્ણય લેવો જરૂરી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ આરએન રવિના નિર્ણયને ફગાવી દીધો, જેમણે ડીએમકે સરકાર દ્વારા પસાર કરાયેલા 10 બિલને મંજૂરી આપી ન હતી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ પાસે ‘પોકેટ વીટો’ નો અધિકાર નથી, એટલે કે તેઓ અનિશ્ચિત સમય માટે પોતાનો નિર્ણય લંબાવી શકે નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બંધારણના અનુચ્છેદ 201 મુજબ, રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર બિલ પર નિર્ણય લેવો જરૂરી છે. જો ત્રણ મહિનાથી વધુ વિલંબ થાય, તો તેમણે સંબંધિત રાજ્યને યોગ્ય કારણો જણાવવા જોઈએ.