BREAKING: ગુજરાત કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની પસંદગી માટે ઓબ્ઝર્વરની જાહેરાત
ગુજરાત કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)એ ગુજરાતના 33 જિલ્લા પ્રમુખોની પસંદગી માટે 43 ઓબ્ઝર્વરની નિમણૂક કરી છે. આ નિમણૂકો પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે સંકલનમાં કરવામાં આવી છે. દરેક જિલ્લામાં ચાર પ્રદેશ ઓબ્ઝર્વર અને એક AICC ઓબ્ઝર્વરનું જૂથ જિલ્લા પ્રમુખની પસંદગી કરશે. આ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે 15 એપ્રિલે મોડાસામાં એક વિશેષ બેઠક યોજાશે, જેમાં રાહુલ ગાંધી પણ હાજર રહે તેવી શક્યતા છે. આ બેઠકમાં જિલ્લા પ્રમુખોની પસંદગી માટેના માપદંડો અને પ્રક્રિયા પર ચર્ચા કરવામાં આવશે.