ગાંધીનગર

Gandhinagar: વેદાંશી ચૌહાણનું ભવ્ય ભરતનાટ્યમ આરંગેત્રમ

ગાંધીનગર: તા. ૧૨.૦૪.૨૦૨૪ ના રોજ ગાંધીનગરના ટાઉનહૉલ ખાતે નટરાજ ડાન્સ એકેડમી, ગાંધીનગરની તેજસ્વી વિદ્યાર્થીની કુ. વેદાંશી જીતેન્દ્રભાઈ ચૌહાણે તેમના ભરતનાટ્યમ આરંગેત્રમનું અત્યંત સુંદર પ્રદર્શન કર્યું હતું.
તેણીના ગુરુ શ્રીમતી પ્રણાલી મહેતા ગાંધીના કુશળ માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ-પશ્ચિમના લોકસભા સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા અને ગાંધીનગર (ઉત્તર)ના વિધાનસભા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સમાજસેવિકા અને જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ સુશ્રી ડૉ. ચેતનાબેન બૂચે અતિથિ વિશેષ તરીકે હાજરી આપીને વેદાંશીને પ્રોત્સાહિત કરી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા આમંત્રિત મહેમાનો વેદાંશીના મનમોહક નૃત્યથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને તેમણે ઉમળકાભેર આશીર્વાદ વરસાવ્યા હતા. વેદાંશીએ પોતાની કલા અને સમર્પણથી ઉપસ્થિત સૌ કોઈના હૃદય જીતી લીધા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x