પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ અપાશે: પીએમ મોદી
પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબનીમાં આયોજિત સરકારી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે આ હુમલાથી સમગ્ર દેશ દુઃખી છે અને પીડિત પરિવારો સાથે ઉભો છે.
પીએમ મોદીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “દેશના દુશ્મનોએ ફક્ત નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર જ નહિ, ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે.” તેમણે આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું કે, “જે આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે અને જેમણે તેનું કાવતરું ઘડ્યું છે તેમને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે.” પીએમ મોદીએ આતંકવાદીઓની “બચેલી જમીનને પણ માટીમાં ભેળવવાનો” સંકલ્પ વ્યક્ત કર્યો હતો.