27 એપ્રિલથી અમદાવાદ મેટ્રો સેવા સચિવાલય સુધી લંબાવવામાં આવશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિ. દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તારીખ ૨૭.૦૪.૨૦૨૫ થી મેટ્રો સેવાઓ સચિવાલય સુધી લંબાવવામાં આવશે. આ સાથે, નીચેના નવા સાત સ્ટેશનો કાર્યરત થશે: કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-૧૦એ અને સચિવાલય. ટ્રેનના સમય અંગેની વધુ માહિતી GMRCની વેબસાઇટ https://www.gujaratmetrorail.com પર શનિવારથી ઉપલબ્ધ થશે. આ વિસ્તરણથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મુસાફરી વધુ સરળ બનશે.