મોંઘવારીનો વધુ એક માર: અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો
સામાન્ય નાગરિકો માટે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. અમૂલ ડેરીએ આજે, ગુજરાતના સ્થાપના દિવસથી દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ ભાવ વધારો અમૂલની તમામ બ્રાન્ડના દૂધ પર લાગુ થશે.અમૂલ સ્ટાન્ડર્ડ, બફેલો, ગોલ્ડ, સ્લિમ એન્ડ ટ્રીમ, ટી સ્પેશિયલ, તાજા અને ગાયના દૂધના ભાવમાં 500 મિલી અને એક લીટરની બોટલોમાં વધારો કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ગઈકાલે જ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો અને આજેથી તે અમલમાં આવ્યો છે. દૂધ એકત્ર કરવા અને વિતરણના ખર્ચમાં વધારો થતાં આ ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું મધર ડેરી દ્વારા જણાવાયું છે. અમૂલના આ ભાવ વધારાથી સામાન્ય માણસનું બજેટ વધુ કથળશે.