ahemdabadગુજરાત

અમદાવાદમાં એક જ દિવસમાં આગની પાંચ ઘટનાઓ, ફાયર વિભાગ દોડતું થયું

અમદાવાદ શહેરમાં આજે અગ્નિની ઘટનાઓએ ભારે દોડધામ મચાવી દીધી હતી. એક જ દિવસમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આગની પાંચ ઘટનાઓ નોંધાઈ હતી, જેના કારણે ફાયર વિભાગને સતત દોડતા રહેવું પડ્યું હતું.

સૌથી મોટી ઘટના વટવા જીઆઈડીસી ફેઝ-4માં બની, જ્યાં જયશ્રી કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. આગના કારણે કંપનીમાં ભારે નુકસાન થયું હતું. બીજી ઘટના પ્રહલાદનગર વિસ્તારમાં બની હતી, જ્યાં વિનસ એટલાન્ટિસ કોમ્પલેક્ષ બહાર પાર્કિંગમાં પડેલા વાહનોમાં આગ લાગી હતી. આ ઉપરાંત, બાપુનગર વિસ્તારમાં એક કારમાં અચાનક આગ લાગી હતી. ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન બાદના કાટમાળમાં પણ આગ લાગવાની ઘટના બની હતી.

આગની ઘટનાઓની સાથે સાથે, સોલા સિવિલ હોસ્પિટલમાં પણ એક બનાવ બન્યો હતો. હોસ્પિટલની લિફ્ટમાં બે લોકો ફસાઈ ગયા હતા, જેને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને લિફ્ટમાં ફસાયેલા બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. એક જ દિવસમાં આગની આટલી બધી ઘટનાઓએ શહેરના લોકોને ચિંતામાં મૂકી દીધા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x