સરહદ પર તણાવ વચ્ચે ભારતનું એર ડિફેન્સ વધુ મજબૂત, ઇગ્લા-એસ મિસાઇલો તૈનાત
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વધ્યો છે. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગના પગલે ભારતે સરહદ પર પોતાનું એર ડિફેન્સ મજબૂત કર્યું છે.
ભારતીય સેનાને રશિયન બનાવટની અત્યાધુનિક ઇગ્લા-એસ મિસાઇલોની નવી બેચ મળી છે, જે સરહદ પર તૈનાત કરવામાં આવશે. આ મિસાઇલો ઓછા અંતરેથી પણ દુશ્મનના વિમાનો, હેલિકોપ્ટર અને ડ્રોનને તોડી પાડવા સક્ષમ છે. ઇગ્લા-એસ શોર્ટ ડિસ્ટન્સ એર ડિફેન્સ સિસ્ટમનો ભાગ છે અને લગભગ 260 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવી છે.
સેના હવે 48 લોન્ચર અને 90 વધુ મિસાઇલો ખરીદવાની પ્રક્રિયામાં છે. ભારતીય સેના પાસે પહેલાથી જ ઇગ્લા સિસ્ટમનું જૂનું વર્ઝન છે, પરંતુ નવી ઇગ્લા-એસ વધુ સુધારેલી અને ખભા પરથી ફાયર કરી શકાય તેવી મિસાઇલ છે, જે લક્ષ્યને લોક કરીને તેનો નાશ કરે છે. નવા મિસાઇલોના આગમનથી ભારતની હવાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે.