ભારત પાક ટેન્શન વચ્ચે દ્વારકાના દરિયાની સુરક્ષામાં વધારો
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, સંવેદનશીલ ગણાતા દ્વારકાના દરિયાકાંઠા અને બંદર વિસ્તારની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે. પાકિસ્તાન તરફથી થનારા કોઈપણ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, મરીન પોલીસ, ભારતીય તટરક્ષક દળ (કોસ્ટ ગાર્ડ) અને ભારતીય નૌસેના (નેવી) દ્વારા સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ પેટ્રોલિંગમાં આધુનિક સાધનો અને જહાજોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સુરક્ષા એજન્સીઓ દરિયાઈ સરહદો પર ચાંપતી નજર રાખી રહી છે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે તૈયાર છે. માછીમારોને પણ દરિયામાં અવરજવર કરતી વખતે સાવચેતી રાખવા અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તુરંત જ સુરક્ષા એજન્સીઓને જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ પગલાંનો હેતુ દરિયાઈ સુરક્ષાને અભેદ્ય બનાવવાનો અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવાનો છે.