થરાદમાં મહારાણા પ્રતાપની 485મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી
થરાદ ખાતે મહારાણા પ્રતાપની 485મી જન્મજયંતીની રાજપૂત સમાજ અને અન્ય સમાજના યુવાનો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. મહારાણા પ્રતાપ ચોકમાં તેમની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પ્રસંગે રાજપૂત સમાજના પ્રમુખ ડી.ડી. રાજપૂત સહિત અનેક આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહારાણા પ્રતાપ મેવાડના એક વીર શાસક હતા, જેમણે મુઘલ સામ્રાજ્ય સામે હિંમતભેર લડત આપી હતી. તેમનું જીવન અને સંઘર્ષ આજે પણ દેશના યુવાનો માટે પ્રેરણારૂપ છે.