બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે 9 જૂન સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકાયું
બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડુતોએ https://ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવા સારું વર્ષ ૨૦૨૫-૨૬ માટે તા. ૧૦/૦૫/૨૦૨૫ થી ૦૯/૦૬/૨૦૨૫ સુધી પોર્ટલ ખોલવામાં આવેલ છે. ચાલુ વર્ષથી નવીન આઇ-ખેડૂત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ અરજી કરી શકાશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી જે અરજીની પ્રીન્ટ લઇ પોતાની પાસે જ રાખવાની રહેશે, જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત આપના જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમાં કરાવવાના રહેશે.
ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે, નાની નર્સરી (૦.૪ થી ૧ હે.), નવી ટીસ્યુકલ્ચર લેબ, ની સ્થાપના કરવા સહાય, કલમોના બહોળા ઉત્પાદન માટે પ્લાન્ટીંગ મટીરીયલ, મધર બ્લોક ની આયાત કરવા માટે (FPOS, FIGS, SHGS, સહકારી સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રો માટે), પોલીહાઉસ/હાઇબ્રીડ/રીટ્રેક્ટેબલ માળખા માટે સહાય, નેટહાઉસ/એગ્રો ટેક્ષ્ટાઇલ નેટ હાઉસ માટે સહાય, ફાર્મ ગેટ પેક હાઉસ – (એકમની સાઈઝ 9 મી x 6 મી), સંકલિત પેક હાઉસ (સાઇઝ 18 મી x 22 મી), COLLECTION AGGREGATION CENTRE (સંગ્રહ અને સંકલન કેન્દ્ર – 22 મી x 26 મી), પ્રી કૂલીંગ યુનિટ, મોબાઇલ પ્રીફુલીંગ યુનિટ, કોલ્ડ રૂમ (સ્ટેગીંગ), કોલ્ડ સ્ટોરેજ યુનિટ ટાઇપ-૧, કોલ્ડ સ્ટોરેજ પ્રકાર- II, કોલ્ડ સ્ટોરેજ ટેક્નોલોજી ઇન્ડક્શન/ આધુનિકરણ, રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ, પ્રાઇમરી/મીનીમલ પ્રોસેસીંગ યુનિટ, નોન-પ્રેશરાઇઝ્ડ રાઇપનીંગ ચેમ્બર CS-3, લો કોસ્ટ ડુંગળી/લસણના સંગ્રહ સ્ટ્રકચર માટે સહાય, સોલાર ક્રોપ ડ્રાયર (૨૪ કલાકના બેકઅપ સાથે), મુલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસીંગ યુનિટ જેવા ઘટકો માટે આઇ-ખેડુત પોર્ટલ ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.
આમ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ સહાયનો લાભમેળવવા માગતા તમામ અરજદારોએ નવીન આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા વિનંતી છે. તેની નોંધ લેવા સૌ અરજદારોને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા જણાવવામાં આવે છે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સહયોગ સંકુલ, પાંચમો માળ,સી-વીંગ,સેક્ટર 11, ગાંધીનગર ખાતે રૂબરૂ સંપર્ક કરી શકાશે