બોલુન્દ્રા PHC આધુનિક સુવિધાઓથી સજ્જ, ગ્રામીણો માટે આદર્શ આરોગ્ય કેન્દ્ર બન્યું
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોલુન્દ્રા ખાતેનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હવે આધુનિક અને અધ્યતન સુવિધાઓથી સજ્જ થઈ ગયું છે. ગુજરાત સરકારના પ્રયાસોથી આ કેન્દ્ર ગ્રામીણ અને આદિવાસી વસ્તી માટે ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓનું મહત્વનું કેન્દ્ર બન્યું છે.
આ કેન્દ્રમાં ડિજિટલ એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ, લેબોરેટરી અને ઈસીજી જેવી અદ્યતન તપાસ સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે જ, 24 કલાક ઇમરજન્સી સેવાઓ, પ્રસૂતિ અને બાળ આરોગ્ય સેવાઓ પણ અહીં મળે છે. ગર્ભવતી મહિલાઓ માટે મફત સેવાઓ અને જનની શિશુ સુરક્ષા યોજનાનો લાભ પણ આપવામાં આવે છે. નિષ્ણાત ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓની ટીમ સતત સેવામાં કાર્યરત છે.
“સ્વસ્થ ગુજરાત” અભિયાન હેઠળ અહીં બિનસંચારી રોગોની તપાસ અને સારવાર માટે કેમ્પ યોજાય છે. રસીકરણ અને માતૃ-શિશુ આરોગ્યની યોજનાઓ પણ ચાલે છે. આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવાર અને વીમાનો લાભ મળવાથી ગરીબ લોકોને મોટી રાહત મળી છે.